Aaj to hamare bhagy - Bhajan | RekhtaGujarati

આજ તો હમારે ભાગ્ય

Aaj to hamare bhagy

તાનસેન તાનસેન
આજ તો હમારે ભાગ્ય
તાનસેન

આજ તો હમારે ભાગ્ય જટાધારી આયે;

ઊઠ પ્રભાત સમર લેતું શ્રીગનેશ દેવા;

ઊઠો મેરે કાનકુંવર નંદકે દુલારે,

ગોરે ગોરે મુખકો ગુમાન છોડ બાવરે…

પ્રથમ મણિ ઓંકાર, દેવમણિ મહાદેવા;

શંકર મહાદેવ દેવ, સેવક સબ જાકે;

આજ તો હમારે ભાગ્ય જટાધારી આયે;

જટાધારી આપે સો મેરે મન ભાયે...

ઉજરી વિભૂતિ અંગ, જટામાં ખલકે ગંગા;

મુખ તો પૂનમ ચંદ્ર, ભલી શોભા લાયે...

આજ તો...

ગલે બીચ રુંઢમાલ, વાઘંબર ગજ બિછાલ;

બેઠનકું મૃગછાલ; પાંબરી ઓઢાયે...

આજ તો...

સબહી સાહેલી સાથે, ઉમિયા કો પૂછે બાત;

બાઈ તેરો બડો ભાગ, શંભુ વર પાયે...

આજ તો...

જાકો જોગી ધરે ધ્યાન, બેદહીં કરે બખાન;

તાનસેન અતિ ઉમંગ, શંકર ગુન ગાયે…

આજ તો…

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સંતસાહિત્ય ખંડ ૧ (પૃષ્ઠ ક્રમાંક 197)
  • સંપાદક : નિરંજન રાજ્યગુરુ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2023