આજ સખી રે પીર પરગટ દીઠા
Aaj sakhi re pir paragat ditha
સુલેમાન ભગત
Suleman bhagat
સુલેમાન ભગત
Suleman bhagat
આજ સખી રે પીર પ્રગટ દીઠા, કાયમદીન લાગે છે મીઠા,
હો સજની આજ પીર પ્રગટ દીઠા.
જહાં જાઉં ત્યાં ભરપૂર સમાયા, અંતરથી અળગા નવ થાય...
હો સજની પીર પ્રગટ દીઠા૦
જેને શિર પીર તે તે પૂરણ કમાયા, અખૂટ ભંડાર ભરાયા...
હો સજની પીર પ્રગટ દીઠા૦
પાલવ સાહી વહાલે પ્રીત લગાડી, તન મન ધન લૂંટી લીધાં...
હો સજની પીર પ્રગટ દીઠા૦
શબ્દ ગુરુને આપી સુરતા જગાડી હેતે અમીરસ પીધાં...
હો સજની પીર પ્રગટ દીઠા૦
ધન ભાયગ પીર સેવક તમારો, સમરણ સાનમાં લગાડો...
હો સજની પીર પ્રગટ દીઠા૦
અપરાધ હાય વડાલા પૂરણ અમારો દયા દૃષ્ટિથી ઉગારો...
હો સજની પીર પ્રગટ દીઠા૦
સુરતી સાહેલી પીરનું સ્મરણ કરે છે ધૂનમાં ધ્યાન લગાવી...
હો સજની પીર પ્રગટ દીઠા૦
લાલનું ધ્યાન 'સુલેમાન' ધરે છે, સેવકને દીધા ઉગારી...
હો સજની પીર પ્રગટ દીઠા૦
સ્રોત
- પુસ્તક : મુસલમાની ગૂર્જર-સાહિત્ય (પૃષ્ઠ ક્રમાંક 787)
- સંપાદક : હરગોવિંદ દ્વા. કાંટાવાળા
- પ્રકાશક : સાહિત્ય - ડિસેમ્બર
- વર્ષ : 1922
