આજ રે સ્વપનામાં હું તો વાણમાંહી બેઠી
Aaj re svpanama hu to vanmahi bethi
ફૂલીબાઈ
Fulibai
ફૂલીબાઈ
Fulibai
આજ રે સ્વપનામાં હું તો, વાણમાંહી બેઠી, દ્વારિકા મેં દીઠી
ધરમ તણી ધ્વજા દીઠી, મંદિરમાં પેઠી.
બેટનાં તો તીરથ કીધાં, ગોમતીમાં નાહી;
ત્રિકમજીનાં ચરણામૃત, પીધાં તે વધાવી. આજ રે૦
આવી રૂડી પ્રભુ ભક્તિ, આગે નવ જાણી;
માયાના જંજાળમાંહી, વેવલા થૈ ગ્યા પ્રાણી. આજ રે૦
કરજેડીને ‘ફૂલીબાઈ’, કહે તારી દાસી;
ત્રિકમ તારા તેજમાંહી, રહી છું વિમાસી. આજ રે૦
સ્રોત
- પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 646)
- સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
- પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
- વર્ષ : 1927
