turiya tali lagi - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તુરિયા તાળી લાગી

turiya tali lagi

અગરસિંહ અગરસિંહ
તુરિયા તાળી લાગી
અગરસિંહ

જેને તુરિયા તાળી લાગી, તેને જ્યોત પ્રેમ ધરે જાગી,

અતીત સેવે... સેવે૦

સ્થિરથી ઉપડે સ્થિર સમાવે

ઘર મેં કોઈ જાવે ગુરુજી મારા... ઘર મેં જાવે...

પદ તા કોઈ વિરલા પાવે, સહેજે સમાધિ થાવે.

અતીત સેવે... સેવે૦

કાયર નર તેા કંપવા લાગ્યા,

દૂર દેશ નહિ ભાળે, ગુરુજી મારા

મરજીવા મહા દરિયે મહાલે, મેરામણ મેાજું માણે.

અતીત સેવે... સેવે૦

સંત મળે તે મહાસુખ થાવે,

કામ ક્રોધ મટી જાવે... ગુરુજી મારા

પ્રેમ પુરુષ તે જેને ભેટયા, સહેજે સાધન થાવે.

અતીત સેવે... સેવે૦

આતમ ચીન્યો નરભે પાયા,

થીર થાનક ઠેરાયા... ગુરુજી મારા

ગુરુ અમરેશ ચરણે ભણે 'અગરસિંહ', પિયા પ્રેમકા પ્યાલા.

અતીત સેવે... સેવે૦

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-1 (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સંપાદક : જોરાવરસિંહ જાદવ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમદાવાદ
  • વર્ષ : 1989