aa che hari bhajya nu tanu - Bhajan | RekhtaGujarati

આ છે હરિ ભજ્યાનું ટાણું

aa che hari bhajya nu tanu

કાનપુરી કાનપુરી
આ છે હરિ ભજ્યાનું ટાણું
કાનપુરી

વેલા થાઓને રે, આ છે હરિ ભજ્યાનું ટાણું.

મનખા સરીખું મ્હા પદારથ, વેળુમાં રોળાણું

સોડ તાણીને સૂઈ રહ્યો, પછી હમણાં વાશે વાણું. આ છે૦

ભાઈ રે ઠાલે ઠાલું ભરીએ ભરિયું, માયામાં મૂંઝાણું;

સળગ્યું તે એાલાશે નાહીં, સગડી માયેલું છાણું. આ છે૦

ભાઈ રે એચિંતાનું આવશે, પછી ઘૂંઘટમાં ઘેરાણું;

બળ કરી બોલાશે નાહીં, પછી બેસશે જમનું થાણું. આ છે૦

ભાઈ રે આગળની ઓળખાણ વિના, હું કાંઈ નવ જાણું;

‘કાનપુરી’ કે આંહીનો લ૫સ્યો, ઉંવાં નથી ઠેકાણું. આ છે૦

સ્રોત

  • પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
  • પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ