Kanaiyalal Amathalal Bhojak Profile & Biography | RekhtaGujarati

કનૈયાલાલ અમથાલાલ ભોજક

નિબંધકાર, અનુવાદક

  • favroite
  • share
  • 1924-1991

કનૈયાલાલ અમથાલાલ ભોજકનો પરિચય

  • ઉપનામ - સત્યાલંકાર
  • જન્મ -
    04 સપ્ટેમ્બર 1924
  • અવસાન -
    01 સપ્ટેમ્બર 1991

જન્મ મહેસાણામાં. ગુજરાતીમાં સાત ધોરણ સુધીનો અભ્યાસ. ત્યારબાદ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધાનો કોવિદ સુધીનો અભ્યાસ.

એમની પાસેથી સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ પ્રકાશિત 'વિવેક-વિચાર' (1953), મહેસાણા નગરપાલિકા પ્રકાશિત સંશોધનાત્મક પુસ્તક 'મહેસાણા : પ્રાચીન-અર્વાચીન' (1957) તથા સત્યાશ્રમ વર્ધા પ્રકાશિત 'મંદિર કા ચબૂતરા'નો ગુજરાતી અનુવાદ 'મંદિરનો ચબૂતરો' (1960) મળ્યાં છે. આ ઉપરાંત તેઓ ભોજક રૂ. રે. પરિવાર પંચ, મહેસાણા પ્રકાશિત 'ભોજક રૂપચંદ રેવાદાસ મહેસાણા પરિવારની વંશાવળિ'ના આયોજક હતા.