kalakhyanmanthi ansh ha kaDawun – 4 - Akhyan | RekhtaGujarati

કાલાખ્યાનમાંથી અંશ : કડવું – 4

kalakhyanmanthi ansh ha kaDawun – 4

ચિનુ મોદી ચિનુ મોદી
કાલાખ્યાનમાંથી અંશ : કડવું – 4
ચિનુ મોદી

ચાખડીઓના સ્વર શમતા, પણ, વાણી ના શમતી રે

વ્યગ્ર ઇન્દ્રને મનને મનમાં વાત એક બસ ભમતી રે

'નથી નથી બ્રહ્મા વિષ્ણુને

નથી, નથી કૈં શિવને રે

કળિ આવતાં બદલાવાનું

એક શું જીવને રે!’

ત્યાં ધસતા આવ્યાં ઇન્દ્રાણી અને પૂછેઃ ‘હે દેવ,

આપ થયા છો ક્ષુબ્ધ ચિત્ત, તે કારણ કહો તતખેવ!’

જતા ઇન્દ્રને દુ:ખમય જોવા

હરખ ધરે ઇન્દ્રાણી રે

જઈને હળવે પૂછેઃ

‘આંખો શેં ભીંજાણી રે?'

ગદ્ ગદ બનતા નટની જેમ વેણ વદે ના એકે

દેવરાજ આંખોથી બોલે આંસુઓને ટેકે

વલણ

દેવરાજની આંખે દીઠાં આંસુ દીઠાં આંખે રે

ઇન્દ્રાણી પંખિણી જાણે નભ તોળાયું પાંખે રે.

સ્રોત

  • પુસ્તક : કાલાખ્યાન (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2002