વીરાફની શાતે બેહેન ફરીઆદ આવી તેની વિગત
viiraaphnii shaate behen phariiaad aavii tenii vigat


(અર્દા વિરાફને રાજા સ્વર્ગમાં મોકલે છે ત્યારે એની બહેનો રાજાને ન મોકલવા વીનવે છે.)
પરઝાપાલ તૂ શાહા રાદાંનરાદ ॥
હઝાર આફરીન બર તોઝાંઈ મારા બાદ ॥
અમ આંહાં આવેઆંચ તમો ભણી ॥
તૂ માહારાઝ નવખંડ પરથવીનુ ધણી ॥
તંમ શરવ શિહેશારલોકને ઘણૂ દીધૂ સૂખ ॥
તંમ અંમ ગરીબ લોકોની તે ભાંજી ભૂખ ॥
તંમ કોઈ પરલોકસૂભી નહી કરતા આંટો ॥
નથી હવેદૂવેઉ આંહાં એક વાડનુ કાંટો ॥
તૂ ધરંમરાજા લિએ કોઈ પરજા નહી બીહીએ ॥
નિહિજ તાહારે વાઘછાલી એક ઝલઝ પીએ ॥
હવે અંમો રાવ આવેઆંચ રાએજી તહમો ભણી ॥
અમ શાત રાંડીમાં એક વીરાફઝ ભાઈ ॥
તેહેને તાંહાં મોકલેઆની તંમ કીધી સઝાઈ ॥
રાએજી વીરાફનિ તંમ મોકલુ છું તાંહાં ॥
તાંહાં ગએઉ ફરી કુણ આવેઉ આંહાં ॥
અમ અપરાધણનિ એ ન કરવૂ નવૂ શાલ ॥
અમનિ માતા પેતા નિ કોઈ નથી મોહોશાલ ॥
પીતરાઈ મુહુલાઈ કોઈ શેહેશારમાં નથી ॥
તંમ જાંણી જોઈ એ વીરશઝાઈ તે શાંને કથી ॥
અમ બેઠાં છઊ એ પર એક મંનઝ વાલી ॥
એ વીરાફ પર અમ શાતે રાંડી રંડોપો ગાલી ॥
અમ શાત તંનનૂ એ આંહાં છે ઢાંકણ ॥
અમ અપરાધંણનાં કરનૂ છે કાંકંણ ॥
અમ શાત તંનનુ શોહાગ ખાશ ॥
એ વીરાફ બગર અહમારૂ કુણ લીએ તપાશ ॥
એ પરદુખભંઝંણ તૂ શરવ શેહેશારનુ ઘણી ॥
નેહેઝ કરી ઝોવૂ એ દૂખ દોહેલ છે ઘણી ॥
રાએ મૂખથી એમ ઉચરેઆ વાંણી ॥
તહમારી હરઝકદર અમ મનનિ આંહાંણી ॥
શાંનિ તંમ દોહેલાં થાઈ શાતે બેહનઝ આંમ ॥
હૂ માઝણેઉ બંધંમ છેઊ તહમારા વીરાફને ઠાંમ ॥
એમ રાએરાએઆંએ તેહેને પરછવી કહી ॥
શાત દંન પછી વીરાફ આંહાં ફરી આવશે શહી ॥
તંમ કાંએ મંન ધોકુ ચંત ને મુઝ આંહાંણુ ॥
નરધાર નરધાર વીરાફને આંહાં આવેઉ ઝાંણુ ॥



સ્રોત
- પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 203)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદેમી
- વર્ષ : 1998