હું ગુજરાતી. પહેલી વાર આપણે મળ્યાં ત્યારે ચોમેર ગર્ભનો અંધકાર હતો. બીજી વાર મળ્યાં ત્યારે આપણી વચ્ચે ભીનાશ હતી-પ્રથમ રુદનસ્વરની. પછી આપણે મળ્યાં આંખે પ્રગટેલા પ્રથમ સ્મિતમાં. પછી એ સ્મિત હાલરડે હિંચોળાતું ખંજન બન્યું હતું. કંઠમાંથી નીકળ્યો હતો પહેલો શબ્દ ‘મા’ અને ઘરની દીવાલો નાચી ઊઠી હતી. જ્યારે ઝીણકા-શા હાથે હું પાટીમાં ઘૂંટાઈ ત્યારે જે રોમાંચ થયો હતો એ યાદ છે મને. કેટકેટલી યાદો છતાં ક્યારેક ઉદાસ થઈ જવાય છે. વિમાસણ થાય છે કે આ ડિજિટલ યુગમાં આપણો નાતો જળવાશે? થાય છે ને એવું?
પણ આપણો અસલ મિજાજ તો રસ્તો કાઢવાનો છે. તવારીખ આપણી સહિયારી ગૌરવગાથાઓથી ભરેલી છે અને હવે એકમેકનો હાથ ઝાલીને એક નવું પગલું માંડવાનો અવસર આવ્યો છે. અવસર, બદલાઈ રહેલા કાળ સામે ટકી રહેવાનો. અવસર, શબ્દનો. અવસર, સાહિત્ય અને સંસ્કૃતિનો. અવસર, સંતવાણી અને લોકવાણીનો. અવસર, અસ્મિતાનો ખરો અર્થ ઉજાગર કરવાનો.
હરખની વાત એ છે કે બે-એક વરસની મહેનત બાદ ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિની છડી પોકારતું મારું, ગિરાગુર્જરીનું એક ઘર બન્યું છે—દુનિયાના દરેક ખૂણેથી પ્રવેશી શકાય એવું ઘર.
હવે આ ઘરનું કમાડ ખોલવાનું છે. એ અવસરે ઝાઝેરા હેતથી હું તમને નોતરું છું. આવો, અને કમાડ ખોલો. મારે આંગણિયે રોપો કેસૂડો. પૂરો કસુંબલ રંગોળી.
શરૂ કરી રહ્યાં છીએ rekhtagujarati.org વેબસાઇટ અને Rekhta Kids ભાષાશિક્ષણની ઍપ.
પધારો! હરખાતે હૈયે રાહ જોઉં છું!
તમારી વહાલી
‘સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી...’
સૉલિસિટર જનરલ ઑફ ઇન્ડિયા,
મુખ્ય મહેમાન
સંસ્થાપક, રેખ્તા ફાઉન્ડેશન
મુખ્ય મહેમાન
અતિથિ વિશેષ
અતિથિ વિશેષ
સંગીતસંધ્યા
સંચાલન
©2024 Rekhta foundation. ALL RIGHTS RESERVED